મની લોન્ડરિંગ કેસ: શિવસેના MLA પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ સહિત 10 જગ્યાએ ED ના દરોડા
EDએ મની લોન્ડરિંગ મામલે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના થાણે ખાતેના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. કહેવાય છે કે ઈડી પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ સહિત મુંબઈ અને થાણેના 10 ઠેકાણા પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે ઈડીએ હજુ એ જાણકારી નથી આપી કે આ દરોડા કયા કેસમાં પાડવામાં આવ્યા છે.
મુંબઈ: EDએ મની લોન્ડરિંગ મામલે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના થાણે ખાતેના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. કહેવાય છે કે ઈડી પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ સહિત મુંબઈ અને થાણેના 10 ઠેકાણા પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે ઈડીએ હજુ એ જાણકારી નથી આપી કે આ દરોડા કયા કેસમાં પાડવામાં આવ્યા છે.
Corona ને પછડાટ આપવા મુખ્યમંત્રીઓ સાથે મહામંથન શરૂ, PM મોદીએ સંભાળી કમાન
કોણ છે પ્રતાપ સરનાઈક?
અત્રે જણાવવાનું કે પ્રતાપ સરનાઈક થાણેના ઓવલા-મજીવાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓ શિવસેનાના મહારાષ્ટ્ર પ્રવક્તા અને મીરા ભાયંદર વિસ્તારના સંચાર નેતા પણ છે. સરનાઈક ભાજપ વિરુદ્ધ સતત આક્રમક રહે છે અને હાલમાં જ કંગના રનૌત દ્વારા મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર સાથે કરવાના મામલે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માગણી બાદ ચર્ચામાં આવ્યા હતા.
દિગ્ગજ નેતાનો દાવો- 'મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં BJP બનાવશે સરકાર, તૈયારીઓ પૂરી'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube